વ્હાલાજી તું આપે એટલું લઉ

વ્હાલાજી તું આપે એટલું લઉ, એમાં ઓછું વધુ નહીં કંઉ….

આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બઉ
પણ મુખમાં સમાઇ જાય એટલું માંગું, નહી ઊડળમાં લઉં…

મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં
મીલના માલિક તાકા પહેરે નહીં, સવા ગજ પહેરેછે સઉ..

સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં, થઈ જાય અપચો બઉ
મીઠડું મજાનું ઝરણું મળે તો, અમૃત ઘુટડા લઉં…. […]

» Read more

કહેજો બે ઠપકાનાં વેણ

દ્વારકાની દશ્ય કોર્ય જાઓ તો ,શ્યામને કહેજો બે ઠપકાનાં વેણ.
તારી યાદુંના ભોરીંગ અંતરને ઓરડે ,ભૂંરાટા ભટકે દિ-રેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.

ગોકુળની ગોરજ હવે પાંપણ પર પાથરે,પીડાના પથરાળા પહાડ,
તારા પગલાં પડ્યાં છે ત્યાં છબે છે પાનીયું,તો ઉગે છે વેદનાનાં ઝાડ,

હોય વેરીનાં વેર તો હરખે જીરવીએ,તું તો વેરી જેમ વેડે છે શેણ.
એને કહેજો બે ઠપકાનાં વેણ.

મથુરાના પાદરમાં ખળકે છે એક જોડ્ય,બેવડ નદીયુંમાં ઘોડાપૂર, […]

» Read more

કામપ્રજાળણ નાચ કરે

એક દિવસ આનંદ ધર, હર હરદમ હરખાય;
કરન નાચ તાંડવ કજુ, બહુ બિધી કેફ બનાય.
ઘટ હદ બિજ્યા ઘૂંટી કે, આરોગે અવિનાશ;
લહર કેફ અનહદ લગી,પૂરણ નૃત્ય પ્રકાશ.
લિય સમાજ સબ સંગમે, ત્રયલોચન તતકાળ;
કાળરૂપ ભૈરવ કઠિન, દિયે તાળ વિકરાળ.
ઘોરરૂપ ઘટઘટ ભ્રમણ, ઊતયા-રમણ અકાલ;
કારણ જીવકો આક્રમણ, દમન-દૈત દ્દગ-ભાલ.
લખ ભૈરવ ગણ સંગ લિય, ડાકિની સાકિની ડાર; […]

» Read more

કાળજા કેરો કટકો

કાળજાનો કટકો
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..
કાળજા કેરો કટકો મારો….
છબતો નઇ જેનો ધરતી ઉપર,પગ આજ થીજી ગ્યો; […]

» Read more

અમે નિસરણી બનીને

દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને
ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો..
જી..
માથડા કપાવી અમે ઘંટી એ
દળાણાં ,
ચૂલે ચડ્યા ને
પછી પીરસાણા રે.. […]

» Read more

પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા

પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા,
એના આ’ઘડી અમર નામ મરજીવા… પાઘડીવાળા

પાઘ ભગવીને…આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા… પાઘડીવાળા

પાઘ મરાઠીને…એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા…પાઘડીવાળા

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા… પાઘડીવાળા […]

» Read more

રામ રાખે એમ રેવુ

દુનિયામાં કોઈ ને કાંઈ ન કેવું
રામ રાખે એમ રેવુ

પ્રભુ ભજ્યા એને પ્રથમ પડીયુ,અનગળ સંકટ એવુ
મોરધવ્જ માથે કરવત માંડયુ,અંગડુ અરધુ લેવુ
દુનિયામાં રામ રાખે એમ રેવુ

ક્રોધ કરી એક દિ હરણ્યાકસ કોપ્યો,નામ ન રામ નુ લેવુ
મારવો તો પુત્ર ને ત્યાં પોતે મરી ગયો,કારણ બન્યું જુવો કેવુ
દુનિયામાં રામ રાખે એમ રેવુ […]

» Read more

માં થી કોઈ મોટું નહી

“માં” થી કોઈ મોટું નહી, જળધર કે જગદીશ
સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલીયા.

પ્રભુ હરીને પૂજતા, માતા કદાચ નો મળે;
‘માં’ ની સેવાથી મળે, ઇશ્વર પોતે આલીયા.

બે-ત્રણ અખ્ખર બોલતા, કૃષ્ણ સુધારે કાજ;
આપે માં અવાજ, એક જ અખ્ખરે આલીયા.

દાનવ-માનવ-દેવતા, ખલક મલકમાં ખોજ;
માંના જેવી મોજ, આપે ન પિતા આલીયા. […]

» Read more

ધીરા ધીરા રે વગાડ,કાળજા માં વાગે છે ટેરવા

લપતા ને છપતા આવી ઉભા છે બારમા
ખૉલે છે હૈયાના દવાર ટકૉરા મારે છે ટેરવા

હસતા ભીત્યૂ એ ઓલ્યા ચાકળે ચંદરવે
માડયૂ છાડયૂ મા મલકાય ટૉડલે ટહૂકે છે ટેરવા

તાણા વાણા જેમ ચૉટયા ગૉકૂળ ને
ગૉપીને હૈયે ગૂથાય વનરાવન મા ગૂજે છે ટેરવા

જીવન જંજાળ ધડીક મમતાને ખૉળલે
બાળક બનીને ઉઘી જાય માથડા પં પાળે છે ટેરવા […]

» Read more

વાતું કોને જઈને કરીએ

વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ

ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે […]

» Read more
1 2 3 4 5