रामदेव पीर वंदना

!!साखी!!
कॅंवर तॅंवर अजमाल ना, पोकण गढ़ ना पीर!
मेणादे ना लाड़ला, वीरमदे ना वीर!१
जरियल जामा अंग पर, कर भालो ने तीर!
आवै लीले घोड़लै, बाबो! रामोपीर!२
दुखिया ने सुखिया करै, पूरै अन धन चीर!
खमा घणी रामा धणी, परचाळा हे पीर!३
मरुधर गुर्जर ना मणी, तोमर कुळ ना हीर!
रीझो बाबा रामदे!, ओ सगुणा ना वीर!४
डाली बाई वीनवै, हरजी थया अधीर!
नेतल दे ना प्राण धन, पाट पधारो पीर!!५
गंगा जमना सरसती, रेवा सरयू नीर!
अलख धणी लो आचमन, पछम धरा ना पीर!६
लाडू मिसरी लापसी, मालपुआ ने खीर!
धरिया भोजन भाव थी, जमजो रामा पीर!!७
सुत नरपत साखी रची, राखौ स्वस्थ शरीर!
धरा पोखरण ना धणी, वंदन रामा पीर!!८

!!छंद नाराच!!
गळे विशाळ मुक्त माळ शीश पाघ सोहती!
मुखाकृति मनोहरं वळी रहै विमोहती!
सवार लीले घोड़लै धजा सफेद ना धणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!१
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

नमामि नाथ संत साथ भक्ति पाथ संचरै।
दिवं सुरात सांझ प्रात आप ने सदा स्मरै!
मेणादे लाल ते परे कृपा सु राखजो बणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!२
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

अबाल वृद्ध रंक राव उंच नीच ना गणे!
पुरा करें मनोरथो जो भक्त भाव थी भणे!
दया निधान दास ना ले कोटि पातको हणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!३
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

करै अराध! सौ बिराज! संत भक्त मंडळी!
बजै पखाज ढोल झांझ रम्य ताल मां वळी!
सितार साज वेणु वाज झालरं झणं झणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!४
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

पिरान पीर पादशाह! हिन्दवा उगारजो!
बनी सुकर्णधार नाव दास नी हंकारजो!
उतारजो हे नाथ पार बाळ आप नो गणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!५
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

प्रपंच झूठ पाप सर्प दर्प मां फरे अति!
उरे धरो श्री कृष्ण रूप भूप भूप वीनती!
फुंफाड़तो हणो कलि कराल नो महाफणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!६
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

सती जती महंत सिद्ध संत ना शिरोमणी!
धजाळ धर्म ना धणी! अड़ी रही नभे अणी!
नवं सु कोटि मारवाड़ गुर्जरात ना मणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!७
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

विशेष भक्ति भाव थी! सुकाव्य आरती कथी!
“नपो” करें छे वीनती, न दोष देखजो रती!
अखूट माल आप नो कृपा नी बक्षजो कणी!
घणी खमा श्री रामदेव बार बीज ना धणी!!८
खमा घणी! खमा घणी! खमा घणी! खमा घणी!

ओ संतों ना शिरोमणी! खमा घणी! खमा घणी!
धरा सु माड़ ना धणी, खमा घणी! खमा घणी!
लो कोटि पातको हणी! खमा घणी! खमा घणी!
ओ गुर्जरात ना मणी! खमा घणी! खमा घणी!
करूं छूं आरदा धणी! खमा घणी! खमा घणी!
लो दास आप नो गणी!खमा घणी! खमा घणी!
स्तुति छे आपनी भणी! खमा घणी! खमा घणी!
कृपा सुराखजो बणी! खमा घणी! खमा घणी!

बोलो रामदेव भगवान नी जय

~~डा नरपत आशिया “वैतालिक”

દોહા-સાખી
કવર તંવર અજમાલ ના, પોકણ ગઢ ના પીર!
મેણાદે ના લાડલા, વીરમદે ના વીર!૧
જરિયલ જામા અંગ પર, કર ભાલો ને તીર!
આવૈ લીલા ઘોડલે, બાબો! રામોપીર!!૨
દુઃખિયા ને સુખિયા કરૈ, પૂરૈ અન ધન ચીર!
ખમા ઘણી રામા ધણી, પરચાળા હે પીર!!૩
મરુધર ગુર્જર ના મણી, તોમર કુળ ના હીર!
રીઝૌ બાબા રામદે, ઓ સગુણા ના વીર!૪
ડાલી બાઈ વીનવૈ, હરજી થયા અધીર!
નેતલ દે ના પ્રાણ ધન, પાટ પધારો પીર!!૫
ગંગા જમના સરસતી, રેવા સરયૂ નીર!
અલખ ધણી લો આચમન, પછમ ધરા ના પીર!૬
લાડૂ મિસરી લાપસી, માલપુઆ ને ખીર!
ધરિયા ભોજન ભાવ થી, જમજો રામા પીર!!૭
સુત નરપત સાખી કથી, રાખો સ્વસ્થ શરીર!
ધરા પોખરણ ના ધણી, વંદન રામા પીર!૮

છંદ નારાચ
ગળે વિશાળ મુક્ત-માળ શીશ પાઘ સોહતી!
મુખાકૃતિ મનોહરં વળી રહે વિમોહતી!
સવાર લીલે ઘોડલે ધજા સફેદ ના ઘણી!
ઘણી ખમા શ્રી રામદેવ બાર બીજ ના ઘણી!!
ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી! ખમા ઘણી!૧

નમામિ નાથ સંત સાથ ભક્તિ પાથ સંચરે!
દિવં સુરાત સાંજ પ્રાત આપને સદા સ્મરૈ!
મેણાદે લાલ તે પરે કૃપા સુરાખજો બણી!
ઘણી ખમા શ્રી રામદેવ! બાર બીજ ના ધણી!!
ખમા ઘણી! ખમા ઘણી! ખમા ઘણી! ખમા ઘણી!૨

અબાલ વૃદ્ધ રંક રાવ ઉચ નીચ ના ગણે!
પુરા કરે મનોરથો જો ભક્ત ભાવ થી ભણે!
દયાનિધાન દાસ નાં લે કોટિ પાતકો હણી!
ઘણી ખમા શ્રી રામદેવ! બાર બીજ ના ધણી!
ખમા ઘણી! ખમા ઘણી!ખમા ઘણી! ખમા ઘણી!૩

કરે અરાધ! સૌ બિરાજ સંત ભક્ત મંડળી.
બજે પખાજ ઢોલ ઝાન્ઝ રમ્ય તાલ માં વળી!
સિતાર સાજ વેણુ બાજ ઝાલરં ઝણં ઝણી
ઘણી ખમા શ્રી રામદેવ! બાર બીજ રામ ધણી!!
ખમા ઘણી! ખમા ઘણી!ખમા ઘણી !ખમા ઘણી! ૪

પિરાન પીર પાદશાહ હિન્દવા! ઉગારજો!
બની સુકર્ણધાર નાવ દાસ ની હંકારજો!
ઉતારજો હે નાથ પાર બાળ આપનો ગણી!
ઘણી ખમા શ્રી રામદેવ બાર બીજ ના ધણી!
ખમા ઘણી! ખમા ઘણી! ખમા ઘણી! ખમા ઘણી! ૫

પ્રપંચ જૂઠ પાપ સર્પ દર્પ માં ફરે અતિ!
ઉરે ધરો શ્રી કૃષ્ણ રુપ ભૂપ-ભૂપ વીનતી!
ફુફાડતો હણો કલિ કરાલ નો મહા-ફણી!
ઘણી ખમા શ્રી રામદેવ! બાર બીજ ના ધણી!
ખમા ઘણી! ખમા ઘણી! ખમા ઘણી !ખમા ઘણી!૬

સતી જતી મહંત સંત સિદ્ધ ના શિરોમણી!!
ધજાળ! ધર્મ ના ધણી, અડી રહી નભે અણી!
નવંસુકોટિમારવાડ ગુર્જરાત ના મણી!
ઘણી ખમા! શ્રી રામદેવ! બાર બીજ ના ધણી!!
ખમા ઘણી! ખમા ઘણી !ખમા ઘણી !ખમા ઘણી!૭

વિશેષ ભક્તિ ભાવ થી! સુકાવ્ય આરતી કથી!
“નપો” કરે છે વીનતી, ન દોષ દેખજો રતી!
અખૂટ-માલ આપનો, કૃપા ની બક્ષજો કણી!
ઘણી ખમા શ્રી રામદેવ બાર બીજ ના ધણી!!
ખમા ઘણી! ખમા ઘણી !ખમા ઘણી !ખમા ઘણી૮

રણુજા ઘામ ના ધણી! ખમા ઘણી! ખમા ઘણી!
ઓ સંતો ના શિરોમણી! ખમા ઘણી! ખમા ઘણી!
ધરા સુ માડ ના ધણી! ખમા ઘણી!ખમા ઘણી!
લો કોટિ પાતકો હણી!ખમા ઘણી ખમા ઘણી!
ઓ ગુર્જરાત ના મણી! ખમા ઘણી ખમા ઘણી!
કરું છું આરદા ધણી! ખમા ઘણી!ખમા ઘણી!
લો દાસ‌ આપનો ગણી! ખમા ઘણી ખમા ઘણી!
સ્તુતિ છે આપની ભણી! ખમા ઘણી! ખમા ઘણી!
કૃપા સુરાખજો બણી! ખમા ઘણી! ખમા ઘણી!

બોલો રામદેવ ભગવાન ની જય!

©ડા નરપત આશિયા “વૈતાલિક”

Loading