મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી ને ડુંગર ગાળીયે
માડી તારા નવ નગર ને નવ નેહડા,માડી તારી નજરૂ ફરે છે નવખંડમાથે રે
મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી ને ડુંગર ગાળીયે…(1)
માડી, તે કાળા રે સરપુંનેકીધો કોરડો,માડી, એ તો વખડાં વમને ને ફણીધરફુફે રે,
મછરાળી મોગલ….ગાંડી થઈ ડણકી ને ડુંગર ગાળીયે…(2)
માડી, તારા કોરડે હાલે છે વ્યોમે વાવડો,માડી, તેંતો કોરડે દૈત્યું ને દંડતે દીધા રે,
મછરાળી મોગલ…ગાંડી થઈ ડણકી ને ડુંગર ગાળીયે…(3)
માડી, તારા સીમાડા લોપ્યા નેઅંગડા માગીયા,માડી, તેં તો ભેળીઓ ઉતારી જોનેબાંધી ભેટે રે, […]